નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી પેઢીના GST સુધારા કરવેરા પ્રણાલીને વધુ કાર્યક્ષમ, સમાન અને વિકાસલક્ષી બનાવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પ્રામાણિક કરદાતાઓના જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નવા CGST ભવનનું ઉદ્ઘાટન કરતા, નાણામંત્રીએ જણાવ્યું હતું કે કાર્યક્ષમ કરવેરા પ્રણાલી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. તેમણે જણાવ્યું હતું કે GST કાઉન્સિલે GST નોંધણી પ્રક્રિયાને સરળ, સુવ્યવસ્થિત અને વધુ પારદર્શક બનાવવાના પગલાંને મંજૂરી આપી છે.
સુશ્રી સીતારમણે જણાવ્યું હતું કે સરળ GST નોંધણી યોજના આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગભગ 96 ટકા નવા અરજદારોને આ સુધારાનો લાભ મળવાની અપેક્ષા છે. તેમણે ઉમેર્યું હતું કે GST સેવા કેન્દ્રોમાં પર્યાપ્ત સ્ટાફ, સુલભતા અને યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવામાં આવશે જેથી કરદાતાઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સહાય મળે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 7:58 પી એમ(PM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી પેઢીના GST સુધારા કરવેરા પ્રણાલીને વધુ કાર્યક્ષમ, સમાન અને વિકાસલક્ષી બનાવશે.