નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે GST સુધારાનો બીજો તબક્કો દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપશે. દિવાળીના તહેવાર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને ગ્રાહક માલ જેવા મુખ્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે. દેશના અનેક વિસ્તારોમાં વિક્રમજનક વેચાણ જોવા મળ્યું.
સુશ્રી સીતારમણ નવી દિલ્હીમાં GST બચત મહોત્સવમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. નાણામંત્રીએ કહ્યું હતું કે GST દર ઘટાડાનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચી રહ્યો છે.
આ પ્રસંગે, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ વર્ષે નવરાત્રિ તહેવાર દરમિયાન વિક્રમજનક વેચાણ નોંધાયું હતું. ગયા નવરાત્રિ તહેવારની તુલનામાં, આ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે.
GST બચત મહોત્સવમાં, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન વાહન વેચાણમાં વધારો થયો છે અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે પણ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે GST સુધારાથી દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ મળ્યો
