નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે : નાણામંત્રી કનુ દેસાઈ

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે. અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા, શ્રી દેસાઇએ જણાવ્યું કે અંદાજપત્રમાં સૂચવેલ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું, એ જ અમારું મૂળ લક્ષ્ય છે. છેલ્લા દાયકામાં સરેરાશ 8.2 ટકાના ઉંચા વિકાસ દર સાથે ગુજરાતની સતત અગ્રેસર છે. રાજ્યના મહેસૂલી અને મૂડી ખર્ચનો ગુણોત્તર દેશના તમામ મોટા રાજ્યોમાં સૌથી ઓછો છે