ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2025 7:45 પી એમ(PM)

printer

નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP 7.8 ટકા વધવાનો અંદાજ.

નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂન દરમ્યાન ભારતનો વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન દર એટલે કે, GDP 7.8 ટકા વધવાનો અંદાજ છે, જે પાંચ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે છે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે GDP ના ત્રિમાસિક અંદાજ મુજબ, આ જ સમયગાળા દરમિયાન નોમિનલ GDP માં 8.8 ટકાનો વિકાસ દર જોવા મળ્યો છે.
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં વાસ્તવિક કુલ મૂલ્ય વર્ધિત (GVA) વૃદ્ધિ દર 3.7 ટકા જોવા મળ્યો છે, જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નોંધાયેલ 1.5 ટકાના વિકાસ દરની તુલનામાં છે.