RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ભારતની વિકાસ યાત્રા અકબંધ છે કારણકે તેના મૂળભૂત પરિબળો – વપરાશ અને રોકાણની માંગ – વેગ પકડી રહયા છે. RBIના માસિક બુલેટિનમાં, શ્રી દાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસ દર 7.2 ટકા જોવા મળે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યું હતું કે સુધારેલ કૃષિ દૃષ્ટિકોણ અને ગ્રામીણ માંગને પગલે ખાનગી વપરાશની સંભાવનાઓ ઉજ્જવળ દેખાય છે. RBIના એક અહેવાલ અનુસાર, 2024-25 માટે ગ્રાહક ભાવ સૂચક આંકનો ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ છે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 3:25 પી એમ(PM)
નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસ દર 7.2 ટકા જોવા મળે તેવી શક્યતા :RBIના ગવર્નર શક્તિકાંત દાસ
