વૈશ્વિક બજારોમાં આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ વિક્રમ 820 અબજ ડોલરને વટાવી ગઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના 778 અબજ ડોલરના આંકડાની સરખામણીએ લગભગ 6 ટકાનો વધારો દર્શાવે છે.
વેપાર ઉદ્યોગની સ્થિતિ પર ચર્ચા કરવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ દ્વારા આયોજિત બેઠકમાં આ આંકડા જાહેર કરાયા હતા.
શ્રી ગોયલે રશિયા-યુક્રેન યુધ્ધ, રાતા સમુદ્રની કટોકટી અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ સહિતનાં અવરોધો છતાં નિકાસમાં વિક્રમ સર્જવા બદલ નિકાસકારોને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં શ્રી ગોયલે નિકાસકારોને અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતિ અંગે ચાલી રહેલી વાટાઘાટ અંગે માહિતગાર કર્યા હતા.
Site Admin | એપ્રિલ 10, 2025 2:32 પી એમ(PM)
નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ 820 અબજ ડોલરને પાર