જુલાઇ 13, 2024 2:39 પી એમ(PM)

printer

નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં છ લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વેરાની વસુલાત

આવક વેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઇ સુધીમાં પ્રત્યક્ષ કરવેરા
પેટે છ લાખ 45 હજાર કરોડ રૂપિયાની વસુલાત કરી છે અને 70 હજાર 902 કરોડ
રૂપિયાનાં રિફન્ડ જારી કર્યા છે. રિફન્ડમાં ગયા વર્ષનાં સમાન સમયગાળાની
સરખામણીમાં 64.5 ટકા વધારો થયો છે.
આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે કુલ વસુલાતમાં
કોર્પોરેટ ટેક્સનો હિસ્સો બે લાખ 65 હજાર 336 કરોડ રૂપિયા, વ્યક્તિગત આવક
વેરાનો હિસ્સો ત્રણ લાખ 61 હજાર 862 કરોડ રૂપિયા અને અન્ય વેરાનો હિસ્સો એક
હજાર 426 કરોડ રૂપિયા છે. ચોખ્ખી વસુલાત પેટે પાંચ લાખ 74 હજાર 357 કરોડ
રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.