ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 21, 2025 1:56 પી એમ(PM)

printer

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને ૫.૪૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ ૪.૮૬ ટકાથી વધીને લગભગ ૫.૪૫ લાખ કરોડ રૂપિયા થયો છે.
જે ગયા વર્ષના સમાન સમયગાળામાં લગભગ ૫.૧૯ લાખ કરોડ રૂપિયા હતો. જોકે, ચોખ્ખા પ્રત્યક્ષ કર સંગ્રહમાં ૧.૩૯ ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટીને ૪.૫૮ લાખ કરોડ રૂપિયાથી વધુ થયો છે.
આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન એડવાન્સ ટેક્સ સંગ્રહ ૧.૫૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે, જે ૩.૮૭ ટકાનો વધારો દર્શાવે છે. આનું કારણ કોર્પોરેટ એડવાન્સ ટેક્સ ચુકવણીમાં ૫.૮૬ ટકાનો વધારો હતો, જ્યારે નોન-કોર્પોરેટ કરદાતાઓ પાસેથી વસૂલાતમાં ૨.૬૮ ટકાનો ઘટાડો થયો હતો.