નાણાકીય ઉચાપત કેસમાં ગેરકાયદે કોલસા ખાણકામ સામે પ્રવર્તન નિદેશાલય- EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. કોલસા માફિયાઓ સામે EDના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દરોડા પાડી રહ્યા છે. આજે સવારે લગભગ 6 વાગ્યે શોધ અભિયાન શરૂ થયું હતું.
કોલકાતામાં ગેરકાયદેસર કોલસા ખાણકામ, ગેરકાયદેસર પરિવહન અને સંગ્રહના કેસમાં ED કોલકાતા દુર્ગાપુર, પુરુલિયા, હાવડા, કોલકાતા જિલ્લામાં 24 જગ્યાઓ પર દરોડા પાડી રહ્યું છે. જ્યારે રાંચીમાં ED ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા છે.
Site Admin | નવેમ્બર 21, 2025 1:51 પી એમ(PM)
નાણાકીય ઉચાપત કેસમાં ગેરકાયદે કોલસા ખાણકામ સામે EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા