નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રીમિયમ કલેક્શન, વીમા કવરેજના વિસ્તરણ અને દાવાઓના ગુણોત્તરની સમીક્ષા કરવામાં આવી હતી. આ વીમા કંપનીઓને ચાલુ વર્ષમાં એક લાખ કરોડથી વધુનું પ્રીમિયમ મળ્યું હતું, જ્યારે 2019માં માત્ર 80 હજાર કરોડ હતું. નાણાકીય વર્ષ 2024-25માં એકંદર સામાન્ય વીમા ઉદ્યોગમાં કુલ પ્રીમિયમ કલેક્શન ત્રણ લાખ કરોડથી વધુ હતું.સમીક્ષા દરમિયાન નાણાં મંત્રીએ કહ્યું કે સેવા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તમામ સરકારી સામાન્ય વીમા કંપનીઓનું ડિજિટલ પરિવર્તન જરૂરી છે જેથી દાવાઓનું ઝડપથી અને સચોટ રીતે નિરાકરણ થઈ શકે. શ્રીમતી સીતારમણે કંપનીઓને ઉભરતા જોખમોને અનુરૂપ નવા વીમા ઉત્પાદનો વિકસાવવાનો પણ નિર્દેશ આપ્યો.
Site Admin | મે 29, 2025 9:00 એ એમ (AM)
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ સાથે સમીક્ષા બેઠક યોજી