ફેબ્રુવારી 20, 2025 9:46 એ એમ (AM)

printer

નાણાંમંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે.

નાણાંમંત્રી કનુભાઈ પટેલ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે ગઇકાલે વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિકાસ માંટે કરેલા આયોજનો કાર્યક્રમો તથા યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
ત્યાર બાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડૉ. મનમોહન સિંહ, ધારાસભ્ય કરસન સોલંકી, શંભુજી ઠાકોર, અને કમલેશ પટેલને શોકાંજલી પાઠવવામાં આવી હતી. આજે પ્રશ્નોતરી બાદ બજેટ રજૂ કરાશે.