ફેબ્રુવારી 23, 2025 7:29 પી એમ(PM)

printer

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 59 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વલસાડના બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 59 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વલસાડના બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. લોકોની સુવિધાઓ વધે તેના માટે સતત પ્રયત્નો કરી કાર્યો કરતા રહીશું તેમ લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું.નેશનલ હાઇવે નં. 48 ને જોડતા બલીઠા ઓવરબ્રિજની મુબંઈ વિંગ તૈયાર થઇ ગઇ છે. હવે આગામી સમયમાં અમદાવાદ વિંગની કામગીરી પણ પૂર્ણ થશે.
વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે આ વિસ્તાર માટે બજેટમાં વિશેષ નાણાકીય જોગવાઇ કરી હોવાનો પણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.