નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ ભારત અને જાપાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની પુષ્ટી કરી સહિયારા લોકશાહી મૂલ્યો, શાંતિ અને સહયોગ પર ભાર મૂક્યો છે.
જાપાનમાં રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શ્રી નેફિયુ રિયોએ ટોક્યોમાં બેઠકો દરમિયાન અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. જાપાનમાં નાગાલેન્ડ યુવાનો માટે રોજગારની તકો વધારવા માટે અને કૃષિ-ટેકનોલોજી ટ્રાન્સફર, નાગાલેન્ડમાં સ્થાનિક હિસ્સેદારો સાથે લાંબા ગાળાના સહયોગ અને જોડાણને સરળ બનાવવા માટે કરાર કરવામાં આવ્યા.
Site Admin | જુલાઇ 9, 2025 9:44 એ એમ (AM)
નાગાલેન્ડના મુખ્યમંત્રીએ ભારત અને જાપાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની પુષ્ટી કરી