કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ આજે બેંગલુરુમાં ધ્રુવ એનજી હેલિકોપ્ટરની શરૂઆતી ઉડાનને લીલી ઝંડી આપશે.અત્યાધુનિક આ હેલિકોપ્ટર નવી જનરેશન ધ્રુવ એ સ્વદેશી હેલિકોપ્ટર છે જે 2025ના એરો ઇન્ડિયા શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચોપરમાં છ થી 14 મુસાફરો બેસી શકશે.VIP પરિવહન, આપત્તિ અને પૂર વ્યવસ્થાપન અને ઓફશોર મિશન જેવી સિવિલ ભૂમિકાઓ ભજવવા સક્ષમ છે. તેમાં સ્વદેશી શક્તિ એન્જિન અને સિવિલ સર્ટિફિકેશન માટે ઉન્નત સુવિધાઓ છે.
Site Admin | ડિસેમ્બર 30, 2025 9:31 એ એમ (AM)
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ બેંગલુરુમાં ધ્રુવ એન.જી હેલિકોપ્ટર ફ્લાઇટને લીલી ઝંડી આપશે