ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 7:09 પી એમ(PM)

printer

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે રાજ્યસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી, ભારતની આકાંક્ષાઓ બદલાઈ ગઈ છે અને દેશમાં વધુ વિમાનીમથક બનાવવામાં આવી રહ્યા છે.શ્રી નાયડુએ વધુમાં કહ્યું હતું કે ઉડાન યોજનાએ હવાઈ મુસાફરી પ્રણાલીને વધુ વેગ આપ્યો છે, જેનાથી મધ્યમ અને નીચલા વર્ગના લોકો હવાઈ મુસાફરી કરી શકે છે.તેમણે કહ્યું કે હવાઈ ભાડામાં વધારો માંગ પર આધારિત છે. શ્રી નાયડુએ જણાવ્યું હતુંકે ડ્રોન માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના માટે ૧૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.