નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુવિધા તેમની ટોચની પ્રાથમિકતા છે અને જો જરૂર પડે તો વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે.ગઈકાલે નવી દિલ્હીમાં માસિક સમીક્ષા બેઠકમાં, શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઉડ્ડયન સેવાઓમાં સલામતીના ધોરણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને એરલાઇન્સે મુસાફરોની સુવિધા માટે ઉત્તમ સેવાઓ પૂરી પાડવી જોઈએ. આ પ્રસંગે, શ્રી નાયડુએ એરલાઇન્સ દ્વારા શરૂ કરાયેલ મુસાફરોની ફરિયાદ નિવારણ ઝુંબેશની પણ સમીક્ષા કરી અને એરલાઇન્સને સમયસર ફરિયાદોનું નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યો. તેમણે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને હવાઈ ભાડાનું બારીકાઈથી નિરીક્ષણ કરવા પણ નિર્દેશ આપ્યો.
Site Admin | ઓક્ટોબર 11, 2025 8:10 એ એમ (AM)
નાગરિક ઉડ્ડયન મંત્રીએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી
