જુલાઇ 20, 2025 9:43 એ એમ (AM)

printer

નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા પ્રભારી મંત્રીઓની રોડ રસ્તા અને પુલની સ્થિતિની સમીક્ષા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાય તો સમારકામ કરવામાં આવી રહ્યું છે.નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યમાં જિલ્લાકક્ષાએ અધિકારીઓ દ્વારા જાતનીરિક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે.જે અંતર્ગત બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમારે કલેક્ટર કચેરી ખાતે માર્ગો ઉપર વરસાદ ઋતુ દરમિયાન થયેલા ધોવાણ-નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવે સાબરકાંઠાની મુલાકાત દરમિયાન હિંમતનગર ઇડર હાઇવે ઉપર આવેલ હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને રોડ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે બનેલા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને જરૂરીયાત વાળા રસ્તાઓની સમારકામની કામગીરી ઝડપી પૂર્ણ કરવા અનુરોધ કરાયો હતો.