મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે, તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે 8થી 11 વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 9:24 એ એમ (AM)
નાગરિકોની ફરિયાદ નિવારણનો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ આવતીકાલે યોજાશે
