નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ડેરીમાંથી સત્તર લાખ પચાસ હજારની કિંમતનું ચાર હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું હતું. આ દરોડા દરમિયાન ઘીના અગિયાર નમૂના લેવાયા હતા જે ખાદ્ય સલામતીના નિયમો અનુસાર ન જણાતા આ ડેરી સામે કાર્યવાહી કરવામં આવી હોવાની માહિતી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ આપી હતી.બનાસકાંઠાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે આ ડેરીમાં તપાસ કરવામાં આવતાં લાયસન્સ રદ કરાયું હોવા છતા પણ ઘી બનાવીને રાજસ્થાન મોકલવાનુ હતું. પરંતુ આ ડેરી દ્વારા ભેળસેળયુક્ત ઘી રાજસ્થાન પહોંચે તે પહેલાં જ તેને જપ્ત કરી દેવાયું હતું. આ વેપારી પર ખાદ્યતેલ અને મરચાંમાં કલર ભેળવવાના કેસમાં સજા અને દંડ પણ કરવામા આવ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 7:05 પી એમ(PM)
નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે