ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આજથી પ્રારંભ થયો. મહારાષ્ટ્રમાં નાગપુરના વિદર્ભ ક્રિકેટ ઍસોસિએશન સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ન્યૂઝિલૅન્ડે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે.
હાલ રમત ચાલી રહી છે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ આ શ્રેણી મહત્વની છે. જ્યારે ન્યૂઝિલૅન્ડની ટીમ મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરી છે. આ શ્રેણીને આગામી આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC પુરુષ ટી-20 વિશ્વકપની તૈયારીઓ માટે મહત્વનો ભાગ પણ માનવામાં આવી રહી છે.
Site Admin | જાન્યુઆરી 21, 2026 8:22 પી એમ(PM)
નાગપુરમાં રમાતી ટી-20 ક્રિકેટમાં ભારત સામેની મૅચમાં ન્યૂઝિલૅન્ડે ટૉસ જીતી બૉલિંગ પસંદ કરી