ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 2:46 પી એમ(PM)

printer

નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં

નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. જિલ્લા પોલીસ કમિશનર ડૉ. રવિન્દ્ર સિંઘલે જણાવ્યું કે, સોમવારે રાત્રે થયેલી હિંસાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે અને 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા પ્રભારી મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લા વહીવટીતંત્ર આગચંપી અને પથ્થરમારાને કારણે મિલકતને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે. શહેરમાં સુમેળ જાળવવા અને સલામતીની ખાતરી કરવા નાગપુર પોલીસે ગઈકાલે રાત્રે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
પોલીસ કમિશનર ડૉ. સિંઘલે જણાવ્યું કે, પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી કર્ફ્યુમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવશે. અમારા સંવાદદાતાએ માહિતી આપી કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ, નાગપુર શહેરના 11 વિસ્તારોમાં કોઈપણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.