ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 9:40 એ એમ (AM)

printer

નાગપુરના મહલ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો

મહારાષ્ટ્રમાં, મધ્ય નાગપુરના મહલ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો હતો. ધાર્મિક પ્રતિકોની તોડફોડની અફવાઓ ફેલાયા બાદ બંને જૂથો વચ્ચે સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો, જેના પરિણામે કેટલાક અસામાજિક ટોળા દ્વારા પથ્થરમારો અને વાહનોને સળગાવવામાં આવ્યા હતા.
રમખાણોને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ દળોએ ચિટનીસ પાર્ક અને મહલ વિસ્તારોમાં ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. સાયબર ટીમોએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને પોલીસે હિંસા અથડામણમાં સામેલ 15 જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરવા માટે કોમ્બિંગ ઓપરેશન પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ અને સુમેળ જાળવવા અપીલ કરી છે.
અન્ય વિસ્તારમાં પણ હિંસા ફેલાતા નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે નાગપુરના મહલ વિસ્તારમાં કલમ 163 લાગુ કરી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વધારાના પોલીસ કર્મચારીઓ અને SPRFની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.