વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આજે નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે. ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છ રાજવી પરિવારના મોભી પ્રીતિદેવીની સૂચનાનુસાર પૂજા અર્ચના કુંવર ઇન્દ્રજિતસિંહજી જાડેજાના હસ્તે સવારના 9.30 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ રાજપરંપરા મુજબ ભુજંગદેવના પૂજારી વાઘજીભાઈ સંજોટ કુંવરને તિલક કરશે. સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવશે. ભુજિયાની તળેટીમાં મેળો યોજાશે જે સાથે શ્રાવણી મેળાઓનો પ્રારંભ થશે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 8:25 એ એમ (AM) | નાગપંચમી
નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે.