નાઇજીરીયન અધિકારીઓએ ગયા મહિને નાઇજર રાજ્યની એક શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવી લેવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. બચાવાયેલા તમામને તબીબી તપાસ માટે અબુજા મોકલવામાં આવ્યા હતા. તેઓ ટૂંક સમયમાં તેમના પરિવારોને મળશે.
જોકે તેમના પરિવારો સાથે પુનર્મિલન અગાઉ રાજ્યના અધિકારીઓને સોંપવામાં આવશે. 21 નવેમ્બરના રોજ થયેલા હુમલામાં 303 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી લગભગ 50 ભાગી ગયા હતા. જોકે, 153 વિદ્યાર્થીઓ અને તમામ 12 શિક્ષકો હજુ પણ કેદમાં છે.
પડોશી કેબી રાજ્યમાં 25 શાળાની છોકરીઓના અપહરણ પછી આ ઘટના બની છે, જે 2014 ની ચિબોક ઘટના પછી સામૂહિક અપહરણની ઘટનાઓમાં ચિંતાજનક વધારો દર્શાવે છે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 2:47 પી એમ(PM)
નાઇજીરીયાની શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવાયાં.