ભારતના ચૂંટણી પંચે આજે તેની ખાસ સઘન સુધારણા કવાયત નો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેમાં નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે, જેમાં લગભગ 51 કરોડ મતદારો છે. SIR 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 9 ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે, ત્યારબાદ 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે…
સ્વતંત્રતા બાદ આ નવમો આ પ્રકારનો સુધારા છે, નવા તબક્કામાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આમાં, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં 2026 માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. બિહારમાં તેના અમલીકરણ પછી, આ SIR નો બીજો તબક્કો છે, જ્યાં લગભગ 7.42 કરોડ નામો ધરાવતી અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)
નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજથી ખાસ સઘન સુધારણા કવાયતના બીજો રાઉન્ડનો પ્રારંભ