ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 8, 2025 9:44 એ એમ (AM)

printer

નવ રચિત ફાગવેલ તાલુકાનું મુખ્યમથક ફાગવેલ રાખવા કેબિનેટનો નિર્ણય, આરેઠમાંથી આઠ ગામ માંડવી તાલુકામાં સમાવાયા

રાજ્યમાં વાવ-થરાદ જિલ્લાની રચનાની સાથે કેટલાંક તાલુકાઓમાં પણ ફેરફાર કરાયો છે. આ નવા જિલ્લાઓમાં નવા તાલુકા બનાવ્યા અંગેનો નિર્ણય ગઇકાલે યોજાયેલા કેબિનેટની બેઠકમા લેવાયો હતો. આ અંગે માહિતી આપતાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરેઠમાંથી 8 ગામો માંડવી તાલુકામાં સમાવાયા છે. જ્યારે ખેડામાં ફાગવેલ તાલુકો બનાવાયો છે, જેનું મુખ્યમથક ફાગવેલ રખાયું હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.