ગુજરાત સરકારના રાજ્ય કર વેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નવેમ્બર સુધીમાં કુલ રૂપિયા 52 હજાર 390 કરોડની આવક થઇ છે જે ગત નાણાકીય વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલ કુલ આવકની તુલનામાં 9 ટકા વધારે આવક થઈ છે.નવેમ્બર-2025 સુધીમાં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 52 હજાર 390 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક 48 હજાર 85 કરોડ કરતા 9 ટકા વધુ આવક થઈ છે.નવેમ્બર-2025માં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 6 હજાર 723 કરોડની આવક થયેલ છે, જે નવેમ્બર-2024માં થયેલ આવક 6 હજાર 655 કરોડ કરતાં 1 ટકા વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર-2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 0.7 ટકા રહેલ છે.રાજ્યને નવેમ્બર-2025માં વેટ હેઠળ 2 હજાર 707 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ એક હજાર 25 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 14 કરોડની આવક થયેલ છે. આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ 10 હજાર 469 કરોડની આવક થયેલી છે.
Site Admin | ડિસેમ્બર 2, 2025 9:41 એ એમ (AM)
નવેમ્બર-2025 સુધીમાં નવ ટકાના વધારા સાથે રાજ્યની જીએસટીની 52 હજાર 390 કરોડની આવક