નવી રચાયેલી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થયું છે. આજે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી. કે. સક્સેનાએ ભાજપના ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા.ત્યારબાદ લવલીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યાં હતાં. ત્યારબાદ ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. કાર્યવાહી ફરીથી શરૂ થયાં બાદ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આવતીકાલે, ઉપ-રાજ્યપાલ ગૃહને સંબોધશે. જ્યારે અગાઉની સરકારના કામકાજ અંગે નિયંત્રક અને મહાલેખા પરિક્ષક-CAGનો અહેવાલ પણ આવતીકાલે જ રજૂ કરાશે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કાલકાજીનાં ધારાસભ્ય એઆતિશી ગૃહમાં વિરોધ પક્ષના નેતા હશે. 3 દિવસનું સત્ર 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 2:11 પી એમ(PM) | દિલ્હી વિધાનસભા
નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ
