ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 15, 2025 7:31 પી એમ(PM) | mumbai isckon mandir | mumbai temple | PM Modi

printer

નવી મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે શ્રીમોદીએ જણાવ્યું હતું કે શ્રીશ્રી રાધા મદનમોહનજી મંદિર આધ્યાત્મિકતા અને જ્ઞાનની સમગ્ર પરંપરાને પ્રતિબિંબિત કરે છે.

દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિનો પાયો માનવ સેવાની ભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે આ ભાવનાને અનુરૂપ કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત, હર ઘર જલ અને ઉજ્જવલા યોજના જેવી સામાજિક કલ્યાણ યોજનાઓ લાગુ કરી છે. નવ એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં અનેક દેવી-દેવતાઓનું મંદિર, વૈદિક શિક્ષણ કેન્દ્ર, સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે.