આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC મહિલા એક-દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ રહી છે. નવી મુંબઈના ડી. વાય પાટિલ સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચ હાલ વરસાદના કારણે રોકાઈ ગઈ છે. ન્યૂઝિલૅન્ડે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરતાં ભારતે અત્યાર સુધી 48 ઑવરમાં બે વિકેટ ગુમાવી 329 રન બનાવ્યાં છે. ભારત તરફથી સૌથી વધુ 122 રન ઑપનર પ્રતિકા રાવલે અને સ્મૃતિ મંધાનાએ 109 રન કર્યાં છે. જ્યારે જેમિમાહ રોડ્રીગ્સ 69 અને સુકાની હરમનપ્રિત કૌરે અણનમ 10 રન બનાવ્યાં છે. ન્યૂઝિલૅન્ડ તરફથી અમેલિયા કેર અને સૂઝી બેટ્સે એક-એક વિકેટ લીધી છે.
ઉલ્લેખનીય છે કે, આ મૅચ બંને ટીમ માટે મહત્વની છે. કારણ કે, આ મૅચ હારનારી ટીમ ટૂર્નામૅન્ટમાંથી બહાર થઈ જશે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 7:36 પી એમ(PM)
નવી મુંબઈમાં રમાતી ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝિલૅન્ડ સામે ભારતે 48ઑવરમાં 329 રન બનાવ્યાં.