જાન્યુઆરી 20, 2026 1:52 પી એમ(PM)

printer

નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળતા નીતિન નબીન

ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નબીન પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર ડૉ. કે. લક્ષ્મણે આજે નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે શ્રી નબીન ની પાર્ટી અધ્યક્ષ તરીકે નિમણૂકની જાહેરાત કરીને તેમને ચૂંટણીનું પ્રમાણપત્ર સોંપ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને નીતિન ગડકરી દ્વારા શ્રી નબીનનું સન્માન કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી નબીનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું કે શ્રી નબીન ભાજપનો વારસો આગળ ધપાવશે. તેમણે ભાર મૂક્યો કે શ્રી નબીન પાસે યુવા ઊર્જા અને સંગઠનાત્મક કાર્યમાં વ્યાપક અનુભવ છે જે પાર્ટીના દરેક કાર્યકર્તા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે શ્રી નબીન પોતાની વૈચારિક પૃષ્ઠભૂમિમાં પરિપક્વ છે, જેમણે ખૂબ જ નાની ઉંમરે પાંચ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી હતી અને હાલમાં પણ ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે એક યુવાન, ઉર્જાવાન, પ્રતિભાશાળી વ્યક્તિત્વે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે. આ પ્રસંગે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતીન નબીને સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.