નવેમ્બર 27, 2024 2:31 પી એમ(PM) | બાળ લગ્ન મુક્ત ભારત

printer

નવી દિલ્હી ખાતેથી “બાળ લગ્ન મુક્ત ભારત” રાષ્ટ્રીય અભિયાનનો આજથી પ્રારંભ

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાલ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરવી. આ કાર્યક્રમનો પ્રાથમિક એજન્ડા ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે. શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન-મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. બાળ લગ્ન અટકાવવા અને બાળ લગ્નની ઘટનાઓ અંગે જાગૃતિ વધારવાના અભિયાનને સમર્થન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.