નવી દિલ્હીમાં હાલ વસ્તુ અને સેવા કર- GST પરિસદની 56-મી બેઠક ચાલી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ બે દિવસની આ પરિસદની અધ્યક્ષતા કરી રહ્યાં છે. પરિસદમાં ભારતની આગામી પેઢીના GST સુધારાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આમાં કરના દરોને તર્કસંગત બનાવવા અને પાલનને સરળ બનાવવાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને દિલ્હી, ગોવા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ, મણિપુરના રાજ્યપાલ અને અનેક રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશના નાણામંત્રીઓ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
આંધ્રપ્રદેશના નાણામંત્રી પય્યાવુલા કેશવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, તેમની પાર્ટી GST ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત મોટા સુધારાઓનું સમર્થન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 7:57 પી એમ(PM)
નવી દિલ્હીમાં GST પરિસદની 56-મી બેઠક ચાલી રહી છે.