વડોદરાના નિશાનેબાજ ખેલાડી આર્યન સિંહે રાષ્ટ્રીયકક્ષાની નિશાનેબાજ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી 68-મી રાષ્ટ્રીય નિશાનેબાજ સ્પર્ધા 2025માં તેમણે આ સિદ્ધિ મેળવી. આર્યન સિંહે ISSF ટ્રૅપ યુથ મૅન્સ વ્યક્તિગત સ્પર્ધામાં 118-125નો ભવ્ય સ્કોર કરીને રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો છે. સાથે જ તેઓ આ શ્રેણીના રાષ્ટ્રીય વિજેતા પણ બન્યા છે.
આર્યન સિંહ ખેલો ઇન્ડિયાના ખેલાડી છે. તેઓ નવી દિલ્હીની ડૉક્ટર કરણી સિંહ શૂટિંગ રૅન્જ તેમજ વડોદરાના સાવલી તાલુકા રાઈફલ સંગઠનના શૂટિંગ રૅન્જ ખાતે તાલીમ મેળવી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 7:35 પી એમ(PM)
નવી દિલ્હીમાં રાષ્ટ્રીયકક્ષાની નિશાનેબાજ સ્પર્ધામાં વડોદરાના આર્યન સિંહે સુવર્ણ ચંદ્રક જીત્યો