ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવી દિલ્હીમાં ‘રન ફોર ઈન્કલુઝન’ મેરેથોનનો આરંભ, સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા આયોજન

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ ભાજપના સાંસદો મનોજ તિવારી અને બાંસુરી સ્વરાજ સાથે આજે નવી દિલ્હીમાં ‘રન ફોર ઈન્કલુઝન’ મેરેથોનનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા કરવામાં આવ્યું હતું, જે માનસિક વિકાસની વિકલાંગતા ધરાવતા એથ્લેટ્સ માટે રમતને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય રમતગમત સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મહિનાની 18મીથી 23મી તારીખ દરમિયાન નવી દિલ્હીમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક બોક્સ અને બોલિંગ કોમ્પિટિશન યોજાઇ રહી છે. આ કાર્યક્રમ અગાઉ એક માહોલ સર્જવાના પ્રયાસના ભાગરૂપે આ દોડ યોજાઇ હતી. જે સમગ્ર દિલ્હી એનસીઆરમાંથી લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.