ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 9:24 એ એમ (AM)

printer

નવી દિલ્હીમાં યુવા બૌદ્ધ વિદ્વાનોનું ત્રીજું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

ગઈકાલે નવી દિલ્હીમાં યુવા બૌદ્ધ વિદ્વાનોનું ત્રીજું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રશિયા, વિયેતનામ, કંબોડિયા, શ્રીલંકા, મ્યાનમાર, તાઇવાન અને ભારત સહિત અનેક દેશોના યુવા વિદ્વાનો, પ્રોફેસરો, સાધુઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી.સંસ્કૃતિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સંમેલન દરમિયાન, ડિજિટલ નવીનતા, આંતર-સાંસ્કૃતિક સંવાદ, શિક્ષણ અને વ્યક્તિગત વ્યવહાર દ્વારા આધુનિક યુગમાં બુદ્ધ ધર્મના અર્થપૂર્ણ પ્રસાર પર ચર્ચા કરવામાં આવી હતી.આ સંમેલનનું આયોજન આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ દ્વારા સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું.