ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 7:45 પી એમ(PM)

printer

નવી દિલ્હીમાં ભારત-ભૂતાન રેલ લિંક પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની પહેલી બેઠક યોજાઈ

ભારત-ભૂતાન રેલ લિંક પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા સંદેશ માં જણાવ્યું હતું કે આ બેઠકમાં કોકરાઝાર-ગેલેફુ અને બનારહાટ-સમત્સે પ્રોજેક્ટ હેઠળ બે રેલ લિંકના અમલીકરણ માટેની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકની સહ-અધ્યક્ષતા અધિક સચિવ મુનુ મહાવર અને ભૂટાનના માળખાગત સુવિધા અને પરિવહન મંત્રાલયના સચિવ કર્મા વાંગચુકે કરી હતી. આ બેઠકમાં આસામ અને પશ્ચિમ બંગાળ સરકારો સાથે રેલ મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.