નવી દિલ્હીમાં ભારત અને મંગોલિયા વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના આ બેઠકમાં ઉપસ્થિત છે. બંને પક્ષ પરસ્પર સંબંધના તમામ પાસાઓની સમીક્ષા કરી રહ્યા છે. સંવાદ બાદ અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.
આ પહેલા મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ રાજઘાટ ગયા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. શ્રી ઉખના હાલ ચાર દિવસના ભારત પ્રવાસે આવ્યા છે.
શ્રી ઉખના આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે. મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે મંત્રીમંડળના સભ્યો, સાંસદ, વરિષ્ઠ અધિકારીઓ, કારોબારી પ્રમુખો અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે શ્રી ઉખનાનો આ પહેલો ભારત પ્રવાસ છે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 2:13 પી એમ(PM)
નવી દિલ્હીમાં ભારત અને મંગોલિયા વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ.
