નવી દિલ્હીના ડૉક્ટર કર્ણી સિંઘ શૂટિંગ રૅન્જમાં ચાલી રહેલી નિશાનબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના પાર્થ રાકેશ માને અને શમ્ભવી શ્રવણ ક્ષીરસાગરે 10 મીટર ઍર રાઈફલ મિશ્ર ટીમ-યુવા વર્ગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ રમતમાં શંભવીએ બીજો સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો.
જ્યારે કર્ણાટકના હૃદય શ્રી કોન્ડૂર અને નારાયણ પ્રણવે રજત ચંદ્રક જીત્યો. તો બિહારના દિવ્ય શ્રી અને રુદ્ર પ્રતાપ સિંઘે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ નિશાનબાજીમાં બિહારનો પહેલો ચંદ્રક છે.
દરમિયાન પાર્થે ખેલો ઇન્ડિયા યોજનાની પ્રશંસા કરતા કહ્યુ, આ ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન અને ઉત્તમ કોચ સુધી પહોંચ બનાવવામાં મદદ કરે છે.
Site Admin | મે 9, 2025 7:31 પી એમ(PM)
નવી દિલ્હીમાં નિશાનબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના બે ખેલાડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો.
