ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 29, 2025 8:10 પી એમ(PM)

printer

નવી દિલ્હીમાં જુનિયર વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં આજે ભારતે સાત ચંદ્રક જીત્યા

નવી દિલ્હીમાં જુનિયર વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં આજે પણ ભારતે સાત ચંદ્રક જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ઓજસ્વી ઠાકુરે 252.7 પોઈન્ટ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે હૃદયા શ્રી કોંડુરે 250.2 પોઈન્ટ સાથે રજત ચંદ્રક જીત્યો. એસ. ક્ષીરસાગરે કાંસ્ય ચંદ્રક જીતીને ગૌરવમાં વધારો કર્યો.
આ જ સ્પર્ધામાં પુરુષોમાં હિમાંશુએ સુવર્ણ અને અભિનવ શોએ કાંસ્ય ચંદ્રક જીત્યો. પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં મુકેશ નવલીએ રજત અને સૂરજ શર્માએ કાંસ્ય ચંદ્રક જીત્યો. ભારત છ સુવર્ણ સહિત કુલ 20 ચંદ્રક સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું.