નવી દિલ્હીમાં ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)
ભાગ લીધો. ઈસરોનાં સ્ટોલમાં મોબિલિટી ઉદ્યોગમાં સંભવિત ઉપયોગ માટે ખાસ તૈયાર કરાયેલી 43 આધુનિક ટેક્નોલોજી દર્શાવવામાં આવી છે. ગઈ કાલે ઈન-સ્પેસ અને એકમાએ ઈસરો ટેક્નોલોજીસ ફોર ઓટોમોટિવ સેક્ટર શીર્ષક હેઠળ સત્રનું આયોજન કર્યું હતું જેમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર-અમદાવાદ સહિતનાં ઈસરોનાં કેન્દ્રોએ ઓટોમોટિવ ક્ષેત્રમાં ઉપયોગ માટે આ ટેક્નોલોજીને કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય તે દર્શાવ્યું હતું. ઈન-સ્પેસના ડિરેક્ટર-ટેક્નિકલ ડિરેક્ટરેટ ડો. રાજીવ જ્યોતિએ જણાવ્યું હતું કે ઈન-સ્પેસ ઓટોમોટિવ ઉત્પાદકો દ્વારા અપનાવવામાં આવનાર ઈસરો દ્વારા વિકસિત ટેક્નોલોજીના ટ્રાન્સફરને સરળ બનાવવા માટે ઓટોમોટિવ ઉદ્યોગ સાથે ઘનિષ્ઠપણે કામ કરશે. ઓટોમોટિવ સેક્ટર સાથે જોડાઇને તેનો ઉદ્દેશ ઈસરોની ટેક્નોલોજીની સંભવિતતા દર્શાવવાનો છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 9:28 એ એમ (AM)
નવી દિલ્હીમાં ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ) ભાગ લીધો.
