મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદનું ધોલેરા દેશનું પહેલું સ્માર્ટ ઔદ્યોગિક શહેર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નવી દિલ્હીમાં કૉન્ફડરૅશન ઑફ રિઅલ ઍસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા એટલે કે, ક્રેડાઈની રાષ્ટ્રીય સભાને સંબોધતા શ્રી પટેલે કહ્યું. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં રિયલ ઍસ્ટેટ વિભાગની મહત્વની ભૂમિકા રહેશે. તેમણે બિલ્ડરોને પર્યાવરણ અનુકુળ ઈમારત બનાવવા પણ અપીલ કરી.
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં રિયલ ઍસ્ટેટ ક્ષેત્રને કઈ દિશામાં લઈ જવાનું છે તે અંગે ચિંતન કરવા આ સભાનું આયોજન કરાયું હતું.
Site Admin | ડિસેમ્બર 19, 2025 7:18 પી એમ(PM)
નવી દિલ્હીમાં ક્રેડાઈની રાષ્ટ્રીય સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ધોલેરા દેશનું પહેલું સ્માર્ટ ઔદ્યોગિક શહેર બનશે