ઓક્ટોબર 29, 2025 9:23 એ એમ (AM)

printer

નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાનમાળામાં વકત્વ્ય આપશે

નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાન આપશે.આ પ્રસંગે માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન પણ હાજર રહેશે. ભારતના પ્રથમ માહિતી અને પ્રસારણ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલના સન્માનમાં, આકાશવાણી વાર્ષિક સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાનનું આયોજન કરે છે. ભૂતકાળમાં પ્રખ્યાત નેતાઓ, વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો વ્યાખ્યાન આપ્યા હતા.