ડિસેમ્બર 14, 2025 9:04 એ એમ (AM)

printer

નવી દિલ્હીની એઇમ્સે સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) એ પહેલી વાર સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું છે. એઇમ્સે જણાવ્યું હતું કે આ ઉપકરણ ભારતીય વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં પશ્ચિમી દેશોની તુલનામાં નાની ઉંમરે સ્ટ્રોક વધી રહ્યા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે સુપરનોવા સ્ટેન્ટ હવે સ્વદેશી રીતે બનાવવામાં આવશે. આનાથી દર વર્ષે સ્ટ્રોકથી પીડાતા 17 લાખથી વધુ લોકોને મદદ મળશે.