સપ્ટેમ્બર 6, 2025 8:29 એ એમ (AM)

printer

નવી દિલ્હીની એઇમ્સે ઉત્તર ભારત અને પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી સહાય માટે ડોકટરો અને નર્સોની એક ટીમ મોકલી

નવી દિલ્હીની અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થા એઇમ્સે ઉત્તર ભારત અને પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી રાહત અને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ડોકટરો અને નર્સોની એક ટીમ મોકલી છે.આ ટીમમાં 11 ડોકટરો અને 11 નર્સોનો સમાવેશ થાય છે. જેમાં મેડિસિન, મનોચિકિત્સા, બાળરોગ, સર્જરી અને રેડિયોડાયગ્નોસિસ સહિત વિવિધ વિભાગોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. એઇમ્સ દ્વારા જાહેર થયેલી માહિતી અનુસાર, ટીમ અસરગ્રસ્ત સમુદાયોને તબીબી સંભાળ, દવા અને સહાય પૂરી પાડશે.આકાશવાણી સમાચાર સાથે વાત કરતા એઇમ્સના રેડિયોડાયગ્નોસિસ વિભાગના સહાયક પ્રોફેસર અમરિંદર સિંહે જણાવ્યું હતું કે તાલીમ પામેલી અને જરૂરી બધી બાબતોથી સજ્જ આ ટીમ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડશે.