નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત સંસદીય બોર્ડના અન્ય સભ્યો ભાગ લઈ રહ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ગુરુવાર સુધી ભરી શકાશે. ચૂંટણી આગામી મહિનાની 9 તારીખે યોજાશે. જગદીપ ધનખડના રાજીનામાને કારણે આ ચૂંટણી જરૂરી બની ગઈ છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:45 પી એમ(PM)
નવી દિલ્હીના મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી
