નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગઇકાલે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, સંગીત વિવિધ દેશો વચ્ચે સેતુનું કામ કરે છે. તે પોતાના વારસા અને ઓળખને વ્યક્ત કરવા માટે એક શક્તિશાળી માધ્યમ પણ છે.ડૉ. જયશંકરે કહ્યું, સંગીતને સમાજનો આત્મા માનવામાં આવે છે. કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના કલાકારોએ પ્રદર્શન કર્યું. ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 5, 2025 9:36 એ એમ (AM)
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગઇકાલે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
