ઓક્ટોબર 2, 2025 7:43 પી એમ(PM)

printer

ખાદીના ઉત્પાદનો પર દેશવ્યાપી છૂટ સાથે આજથી ખાદી મહોત્સવ 2025ની શરૂઆત.

ગૃહમંત્રી અમિત શાહે આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં GST બચત મહોત્સવના ભાગ રૂપે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો પર રાષ્ટ્રવ્યાપીછૂટ અભિયાન શરૂ કર્યું. ખાદી મહોત્સવ 2025 દરમિયાન, આજથી 5 નવેમ્બર સુધી, ગ્રાહકોને ખાદીના વસ્ત્રો પર 20 ટકા અને ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો પર 10 ટકા છૂટ મળશે.
આ પ્રસંગે, શ્રી શાહે દેશવાસીઓને ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અપીલ કરી.
શ્રી શાહે દરેકને દર વર્ષે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાના ખાદીના કપડાં ખરીદવા અપીલ કરી. ગૃહમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્પાદનમાં વધારા સાથે સ્વદેશી અને ખાદીની લાંબા સમયથી ભૂલી ગયેલી વિચારધારા ફરીથી જીવંત થઈ છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના સમાવિષ્ટ મૂલ્યોના આ આદર્શોએ માત્ર દેશની સ્વતંત્રતામાં ફાળો આપ્યો જ નહીં પરંતુ અસંખ્ય લોકોને આજીવિકા પણ પૂરી પાડી.