નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. આકાશવાણી પરિવાર તરફથી અમારા શ્રોતાજનોને નવા વર્ષની શુભેચ્છાઓ
આજે વહેલી સવારથી જ રાજયના અનેક મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
લોકો નવા કપડા પહેરીને એકબીજાને નવા વર્ષમાં ગળે મળીને મીઠાઇ ખવડાવીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આગામી વર્ષમાં નાણાકીય સફળતા માટે દેવી લક્ષ્મીના આશિર્વાદ મેળવવા માટે વેપારીઓ નવા હિસાબી ચોપડાઓની પૂજા કરી રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 3:39 પી એમ(PM)
નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ
