નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.આકાશવાણી પરિવાર પણ તમામ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. સાંભળીએ એક અહેવાલ..
બેસતું વર્ષ તરીકે ઓળખાતું ગુજરાતીઓનું નવું વર્ષ હિન્દુ કેલેન્ડરના કારતક મહિનાના પ્રારંભે આવે છે. આ દિવસે, લોકો મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા કરે છે, નવા કપડાં પહેરીને તેમના સંબંધીઓ અને નજીકના લોકોને ગળે લગાવે છે, અને તેમને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. આ દિવસ નવી શરૂઆત, સમૃદ્ધિ અને ખુશીનું પ્રતિક છે. આ દિવસ ગુજરાતી સમુદાય માટે નવા નાણાકીય અને આધ્યાત્મિક વર્ષની શરૂઆત દર્શાવે છે. ત્યારે વેપારીઓ અને વ્યવસાયિકો આગામી વર્ષમાં નાણાકીય સફળતા માટે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમના નવા હિસાબી ચોપડાઓની પૂજા કરી રહ્યા છે.
મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ
Site Admin | ઓક્ટોબર 22, 2025 12:14 પી એમ(PM)
નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ
